ન્યાયમૂર્તિ :મહાદેવ ગોવિંદ રાનડે (૧૮૪૨-૧૯૦૧)
મહાત્મા ગાંધીના ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે અને તેમના ગુરુ મહાદેવ ગોવિંદ રાનડેનો ૧૮/૦૧/૧૮૪૨ જન્મદિવસ છે.મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના નિફાડ ગામે જન્મેલા એમ.જી રાનડેના પૂર્વજો પેશવાઈ વખતમાં ઉચ્ચ હોદ્દા પર હતા.બચપણમાં મહાદેવ ગોવિંદ અત્યંત શરમાળ અને વિનમ્ર હતા.તેમણે શિક્ષણ કોલ્હાપુર અને મુંબઈમાં લીધું હતું.૧૮૫૯માં મેટ્રીકની પરીક્ષામાં મુંબઈ યુનિ.માં પહેલા સ્થાને રહ્યા હતા,.અર્થશાસ્ત્ર અને ઈતિહાસ સાથે બી.એ થયા સ્નાતક કક્ષાએ તેમના જવાબો એટલા તો સુંદર હતા કે પરીક્ષકે એમ.જી .રાનડેની ઉત્તરવહીઓ સાથી અધ્યાપકોને અને વિદ્યાર્થીઓને બતાવી હતી.તે પછી એમ.એ અને એલ.એલ.બી થયા ,મેરીટ શિષ્યવૃતિ પણ મળી પરંતુ અગ્રેજ સરકારની આર્થિક મુદ્દે ટીકા કરવાને કારણે સરકારે શિષ્યવૃતિ અટકાવી દીધી હતી.અભ્યાસ પૂરો કર્યા પછી વકીલાત કરવાને બદલે શિક્ષણ વિભાગમાં અનુવાદક તરીકે જોડાયા હતા.અક્કલદોહ અને કોલ્હાપુર રાજ્યમાં દિવાન તરીકે પણ રહ્યા હતા.તે પછી મુંબઈની એલ્ફીન્સ્ટન્ટ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા.૧૮૮૩મા મુંબઈ હાઇકોર્ટમાં ન્યાયધીશ બન્યા પછી તેઓ "ન્યાયમૂર્તિ" તરીકે જાણીતા બન્યા હતા.મહાદેવ ગોવિંદ રાનડેની પ્રવૃતિઓ સમાજ સુધારા,આર્થિક ચિંતન જેવી અનેક બાબતો સાથે સંકળાયેલી છે.સૌપ્રથમ તો પત્ની રમાબાઈને શિક્ષણ આપી સમાજ સુધારક બનાવ્યા હતા.૩૧ માર્ચ ૧૮૬૭ના રોજ પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી.આર્થિક ચિંતન ક્ષેત્રે તેઓએ અનેક લેખો થકી પરાધીન ભારતમાં આર્થિક રાષ્ટ્રવાદની ભૂમિકા તૈયાર કરી હતી. "મરાઠી સત્તાનો ઉદય "નામનો તેમનો ઈતિહાસ ગ્રંથ આજે પણ મરાઠી ઈતિહાસ માટે પ્રમાણભૂત ગણાય છે.૧૬ જાન્યુ.૧૯૦૧ના રોજ તેમનું અવસાન થયું હતું.તેમની સમાજસુધારાની ઝુંબેશ તેમના પત્ની રમાબાઈ રાનડેએ જલતી રાખી હતી. તેમના નિધન પછી ગોપાલકૃષ્ણ ગોખલેએ કહ્યું હતું કે "જે દેશમાં રાનડે જેવા એકાદ મહાપુરુષ પાકે તે દેશે કદી નિરાશ થવા જેવું નથી "
No comments:
Post a Comment