Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Sunday, January 12, 2020

૧૫ જાન્યુ.

ગેલેલિયો ગેલિલી જન્મ :૧૫/૦૧/૧૬૪૨

         ગેલેલિયો ગેલિલી (૧૫ ફેબ્રુઆરી ૧૫૬૪ – ૮ જાન્યુઆરી ૧૬૪૨)જે ગેલેલિયો ના નામેજાણીતોછેએ એક ઈટાલીયન ભૌતિકશાસ્ત્રીગણિતશાસ્ત્રીખગોળશાસ્ત્રીઅને તત્વચિંતક હતો. તેણે વૈજ્ઞાનિક ક્રાન્તિમાં મોટો ભાગ ભજવ્યો હતો. તેણે ટેલિસ્કોપમાં સુધારા કર્યા અને તેના દ્વારા ખગોળીય અવલોકનો કરીકોપરનિકનીઝમ ને સમર્થન આપ્યું. ગેલેલિયો ને "ફાધર ઓફ મોર્ડન ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી", "ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ", "ફાધર ઓફ સાયન્સ" અને "ફાધર ઓફ મોર્ડન સાયન્સ" કહેવાય છે. સ્ટીફન હોકિંગના મત પ્રમાણે, "આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ ગેલેલિયો નો ફાળો સૌથી વિશેષ છે."


તેણે ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમીમાં કરેલા પ્રદાનમાં શુક્રની કળાઓની પુષ્ટિગુરુના ચાર મોટા ઉપગ્રહોની શોધઅને સૂર્યકલંકોના અવલોકન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. ગેલેલિયોએ કાર્યોપયોગી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માં પણ ફાળો આપ્યો છે. તેણે હોકાયંત્રમાં સુધારા કર્યા અને અન્ય કેટલાક યંત્રો ની શોધ કરી.


તેના જીવનકાળ દરમિયાન જ્યારે મોટા ભાગ ના લોકો પૃથ્વીકેન્દ્રીવાદ(geocentrism)માં માનતા હતા ત્યારે ગેલેલિયો દ્વારા સૂર્યકેંદ્રીવાદ (heliocentrismને ઉતેજન આપવું વિવાદાસ્પદ થયું હતું. સ્ટેલર પેરેલાક્ષના પ્રત્યક્ષ પુરાવાના અભાવે ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીકેન્દ્રીવાદ (geocentrism)માં માનતા હતા,તેઓએ પણ ગેલેલિયોનો વિરોધ કર્યો. આ મામલાની તપાસ ૧૬૧૫ માં રોમન ઇંકવીઝીશન દ્વારા કરવામાં આવીતેઓએ તારણ આપ્યું કે સૂર્યકેંદ્રીવાદ એક શક્યતા છે ખરી પણ તે માન્ય સિદ્ધાંત નથી.ગેલેલિયોએ પોતાનો પક્ષ રજું કરતું પુસ્તક "ડાઈલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ (Dialogue Concerning the Two Chief World Systems)" લખ્યું તેના પરથી પોપ(Urban VIII)ના વિરોધનો ભાસ થતો હતો. આનાથી ગેલેલિયો અત્યાર સુધી તેનું સમર્થન કરનારા પાદરીઓથી અળખામણો થઈ ગયો. તેના વિરુદ્ધ ઇંકવીઝીશન દ્વારા ખટલો ચલાવવામાં આવ્યો. તેને પોતાની માન્યતા નું ખંડન કરવા માટે ફરજ પાડવામા આવી અને તેને જીવનપર્યંત નજરકેદમાં રાખવાની સજા થઈ. આ નજરકેદ દરમિયાન ગેલેલિયોએ પોતાની શ્રેષ્ઠ કૃતિ "ટુ ન્યુ સાયન્સીઝ (Two New Sciences)"ની રચના કરી. આ ગ્રંથ તેના ચાળીસ વર્ષ પહેલા કરેલા કામ નો સારાંશ હતો.

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...