અમેરિકાના પ્રતિભાવંત રાજપુરુષ અને વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલીનનો જન્મ 17/1/1706 ના રોજ બોસ્ટનમાં થયો હતો.પોતે જ વિદ્યાર્થી અને પોતે જ ગુરૂ.જઠરને નહીં મગજને તૃત્પ કરતા એ લેખો પણ લખવા લાગ્યા.ત્યારપછી તો એમેની બહુમુખી પ્રતિભા માનવજીવનને અને અમિરિકન સ્વાતંત્ર્યને સ્પર્શતી અનેક વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી પૂર બહારમાં ખીલી ઊઠી.
બેન્જામિન પોસ્ટમાસ્ટર જનરલ તરીકે નિયુક્તિ થતા તેમણે ટપાલના આવાગમનમાં સુધારા કર્યા.ઉપરાંત અમેરિકામાં હરતીફરતી લાઇબ્રેરીની સ્થાપના કરી.તેમનો કીર્તિધ્વજ વ્યાપારક્ષેત્રે, છાપકામક્ષેત્રે અને સમાજસેવા ક્ષેત્રે અમેરિકામાં ફરકી રહ્યો હતો ત્યારે એમની ટોચની શોધ તો, એક વરસાદી તોફાનમાં પતંગ ચઢાવીને તેના દોર સાથે બાંધેલી ચાવી દ્વારા વીજળીને નાથી, એ હતી.
ફ્રેન્કલીનને અનેક જાતના વૈજ્ઞાનિક સન્માનો મળ્યા. ઉપરાંત ’વૈદ્યુત દ્રવનો સંચાર’, ‘વીજળીની છડ’, ‘લીડન જાર’ સંબંધી સૂક્ષ્મ અવલોકનો કરી પરીક્ષણ કર્યું, ત્યારે વિજ્ઞાન જગત સાચે જ અચરજ પામી ગયું. તેમની સેવાની કદરરૂપે તેમને ‘પ્રથમ અમેરિકન ‘નું પદ એનાયત કરવામાં આવ્યું હતું.
ફ્રેન્કલિનના મૃત્યુ પછી એમની આત્મકથા પ્રગત થઇ ત્યારે આખુંય અમેરિકા એની પાછળ પાગલ બન્યુ હતું.ઇ.સ.1790 મા તેમનો દેહવિલય થયો. 81માં વર્ષે ફ્રેન્કલિને સ્વતંત્ર અમેરિકાનું બંધારણ ઘડવાનુ કામ કર્યું, જે બંધારણની રચના આજે પણ વિશ્વભર વખણાય છે.
No comments:
Post a Comment