Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Monday, September 30, 2019

6 ઓકટૉબર

ડો. મેઘનાદ સહા ભારત દેશના મહાન વૈજ્ઞાનિકો પૈકીના એક ગણાય છે. એમનો જન્મ ઈ. સ. ૧૮૯૩ ના ઓકટોબર મહિનાની છઠ્ઠી તારીખે વર્તમાન સમયમાં બાંગ્લાદેશના ઢાકા જિલ્લાના શેવડાતાલી ગામમાં એક સામાન્ય કુટુંબમાં થયો હતો.
મેઘનાદ સહા
Dr-Meghnad-Saha.jpg
જન્મની વિગત૬ ઓક્ટોબર ૧૮૯૩ Edit this on Wikidata
બાંગ્લાદેશ Edit this on Wikidata
મૃત્યુની વિગત૧૬ ફેબ્રુઆરી ૧૯૫૬ Edit this on Wikidata
નવી દિલ્હી Edit this on Wikidata
અભ્યાસનું સ્થળકોલકાતા વિશ્વવિદ્યાલય, પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતા, Dhaka College, Hare School, Dhaka Collegiate School Edit this on Wikidata
વ્યવસાયવિશ્વવિદ્યાલયના શિક્ષક, Astrophysicist, ભૌતિકશાસ્ત્રી, astronomer, રાજકારણી edit this on wikidata
નોકરી આપનારકોલકાતા વિશ્વવિદ્યાલય Edit this on Wikidata
પુરસ્કારરોયલ સોસાયટીના સભ્ય Edit this on Wikidata

શિક્ષણ અને કારકીર્દીફેરફાર કરો

ભણવામાં અત્યંત તેજસ્વી મેઘનાદનો પરિવાર તદ્દન સામાન્ય પરિસ્થિતિઓમાં હોવાથી એમના સગાસંબંધીઓ તેમ જ શિક્ષકોએ એમના અભ્યાસનો ખર્ચ ભોગવ્યો હતો. શાળાકીય અભ્યાસમાં ઉત્તમ દેખાવ પછી તેઓ કલકત્તાની પ્રેસિડન્સી કોલેજમાં દાખલ થયા. અહીં તેમને જગદીશચંદ્ર બોઝ તેમ જ પ્રફુલ્લચંદ્ર રોય જેવા શિક્ષકોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. ગણિતના વિષય સાથે એમણે સ્નાતકની ઉપાધિ મેળવ્યા બાદ ઈ. સ. ૧૯૧૫ના વર્ષમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. વધુ અભ્યાસર્થે તેઓ વિદેશ પણ ગયા હતા. સંશોધનમાં રસ હોવાને કારણે એમણે ગણિત તથા ભૌતિકશાસ્ત્ર વિષયમાં સંશોધનની જવાબદારી સ્વીકારી હતી.
એક વાર ભૌતિકશાસ્ત્રમાં સંશોધન વેળા સર્જાયેલ સમસ્યાના સમાધાન રૂપે એમણે 'થિયરી ઓફ થર્મલ આયોનાઇઝેશન' નામનો શોધ નિબંધ રજુ કર્યો. આ નિબંધના સૂત્રોના કારણે જ વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ ગરમી, દબાણ જેવી બાબતો અંગે જાણકારી મેળવી શક્યા હતા.
એમણે 'ઈન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂક્લિઅર ફિઝિક્સની સ્થાપના કરી હતી. આ ઉપરાંત એમણે પથ્થરની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ પણ વિકસાવી હતી. અગ્નિકરણ અને અગ્નિના સપ્તરંગી કિરણ અંગેનો સિદ્ધાંત પણ એમણે શોધ્યો હતો.
ઈ. સ. ૧૯૫૬ના વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની સોળમી તારીખે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન તરફ જતાં, અચાનક બેભાન થઈને પડી ગયા પછી અવસાન થયું હતું.

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...