દુર્ગાવતી દેવી (દુર્ગા ભાભી) (૭ ઓક્ટોબર ૧૯૦૭ – ૧૫ ઓક્ટોબર ૧૯૯૯) ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રસેનાની હતા. તેઓ બ્રિટિશ રાજની સામે સશસ્ત્ર લડત ચલાવી રહેલા જૂજ મહિલા ક્રાંતિકારીઓમાંના એક હતા. તેઓ અંગ્રેજ અધિકારી સોન્ડર્સની હત્યા પછી ભગતસિંહ સાથે ટ્રેનમાં નાસી છૂટવાની ઘટનાથી જાણીતા બન્યા હતા,[૧] અને તેઓ ક્રાંતિકારી ભગવતીચરણ વોહરાના પત્નિ હતા[૨], તેથી હિંદુસ્તાન રીપબ્લિકન એશોસિયેશનના અન્ય સભ્યો તેમને ભાભી કહીને સંબોધતા હતા અને આમ તેઓ ક્રાંતિકારીઓમાં દુર્ગા ભાભી વડે જાણીતા બન્યા હતા.[૩]
જીવન
તેમનો જન્મ પિતા બાંકે બિહારીલાલ ભટ્ટ, વડનગરા નાગરને ત્યાં ૭ ઓક્ટોબર ૧૯૦૭ના રોજ થયો હતો. તેમના પિતા એક નિવૃત્ત જજ હતાં. દુર્ગાદેવીની માતા દુર્ગાદેવીના નાનપણમાં જ અવસાન પામેલા. માતાના અવસાન પછી માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેમના લગ્ન ભગવતીચરણ વોહરા, વિસનગરના વતની સાથે થયા હતા.[૪][૨] ભગવતી ચરણ વેપારી અને એક ક્રાંતિકારી પણ હતા. તેમના સંબંધો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ સાથે હતા. તેમણે જ દુર્ગાદેવીને ક્રાંતિના પાઠ ભણાવ્યા હતા.
No comments:
Post a Comment