Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Wednesday, July 3, 2019

આજે મજા આવી...વિજ્ઞાન ની એકિટવીંટી


કુદરતનું વ્યવસ્થિત જ્ઞાન વિજ્ઞાન કહેવાય છે .

વિજ્ઞાન એક વ્યવસ્થિત જ્ઞાન અથવા શિક્ષણ છે જે વિચાર, અવલોકન, અભ્યાસ અને પ્રયોગને પૂર્ણ કરે છે, જે કોઈપણ અભ્યાસના વિષય વિશેની પ્રકૃતિ અથવા સિદ્ધાંતોને જાણવા માટે કરવામાં આવે છે. વિજ્ઞાન જ્ઞાનની શાખા માટે પણ શબ્દનો ઉપયોગ કરે છે, જે પ્રયોગો અને કલ્પના દ્વારા હકીકતો, સિદ્ધાંતો અને પદ્ધતિઓ સ્થાપિત કરે છે અને તેનું આયોજન કરે છે. આ રીતે, તમે કહી શકો છો કે કોઈપણ વિષયના જ્ઞાનનો ક્રમ વિજ્ઞાન કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે વિજ્ઞાનના 'જ્ઞાન સ્ટોર' ને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિ વિજ્ઞાનની સાચી પરિક્ષા છે. અથવા વિજ્ઞાન માત્ર કુદરતમાં હાજર પદાર્થોના સતત અભ્યાસમાંથી જ્ઞાન મેળવવું છે. અથવા કોઈપણ પદાર્થનું જ્ઞાન વિજ્ઞાન કહેવાય છે.
આમ વિજ્ઞાન નાં સિદ્ધાંતો અને નિયમો ને સુંદર રીતે પ્રદર્શિત કરવા માટે આજે પ્રા.શાળા વાવડી માં વિક્રમ સારાભાઈ સેન્ટર તરફ થી એક ટીમ આવી જેમને ખુબજ સુંદર પ્રયોગ ,એક્ટીવીટી કરાવી જેનાં દ્રારા વિજ્ઞાન નાં ઘણા સિદ્ધાંત સ્પષ્ટ થયા....આ માટે પ્રા શાળા વાવડી નાં ગણિત વિજ્ઞાન નાં શિક્ષક શ્રી એજાજભાઇ ,શ્રી હિરેનકુમાર શર્મા , ચાંદણા પ્રા. શાાળાનાં શિક્ષક શ્રી રાજીવભાઇ નો ખૂબ ખૂબ આભાર.........


આવેલ  ટીમ તરફ થી પ્રા.શાળા વાવડી ને સુંદર કીટ પણ આપવામા આવી.અને જે બાળકોએ સારા જવાબ આપ્યાં એમને ઇનામ પણ આપ્યાં...વિક્રમ સારાભાઈ સેન્ટર તરફ થી આવેલ ટીમ નો પણ શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ અને શાળા સ્ટાફ વતી શ્રી હિરેન શર્મા એ   ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ....






































No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...