અમિતાભ બચ્ચન (Hindi: अमिताभ बच्चन IPA: [/əmitaːbʱ bətʃːən/],એક ભારતીય ફિલ્મ અભિનેતા છે . તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૪૨માં અમિતાભ હરિવંશ બચ્ચન તરીકે થયો હતો), તેમણે ૧૯૭૦ના દાયકામાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવી હતી અને તેના પછી તેઓ ભારતીય સિનેમા ના ઐતિહાસિક કલાકારોમાં સ્થાન પામે છે.
બચ્ચને તેમની કારકિર્દી દરમિયાન ઘણા બધા પારિતોષિક જીત્યા છે, તેમાં ત્રણ રાષ્ટ્રિય પારિતોષિક અને બાર ફિલ્મફેર પારિતોષિકનો સમાવેશ થાય છે. તેઓ ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા ના નામાંકનોમાં સૌથી વધુ વખત સ્થાન પામવાનો વિક્રમ ધરાવે છે. આ ઉપરાંત બચ્ચને પાર્શ્વગાયક , ફિલ્મ નિર્માતા અને ટેલીવિઝન પ્રેઝન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેઓ ૧૯૮૪થી ૧૯૮૭ દરમિયાન ભારતીય સંસદ ના ચૂંટાયેલા સભ્ય હતા.
બચ્ચને અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કર્યાતેમને બે બાળકો શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન છે.અભિષેક પણ અભિનેતા છે અને તેણે અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે.
પ્રારંભિક જીવન
ઉત્તરપ્રદેશ માં અલ્હાબાદમાં જન્મેલા અમિતાભ બચ્ચન હિંદુ કાયસ્થ કુટુંબના છે. તેમના પિતા ડો. હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યક્ષેત્રે જાણીતા કવિ હતા જ્યારે તેમના માતા તેજી બચ્ચન પણ (હાલમાં પાકિસ્તાન માં સ્થિત શહેર) ફૈસલાબાદ ના શીખ પરિવારના હતા.[૧]બચ્ચનનું પ્રારંભિક નામ ઇન્કલાબ હતું, જે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ઇન્કલાબ ઝીંદાબાદ પરથી પાડવામાં આવ્યું હતું, પરંતુ પછી તેમનું નામ બદલીને અમિતાભ કરવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે "ક્યારેય લોપ ન પામતો પ્રકાશ"તેમની અટક શ્રીવાસ્તવ છે, પરંતુ તેમના પિતાએ તેમના બધા પ્રકાશિત સંગ્રહો માટે બચ્ચન અટક અપનાવી હતી.ફિલ્મમાં પણ અમિતાભની પાછળ બચ્ચન જ લખાય છે અને બધા જાહેર હેતુઓ તથા કુટુંબના બધા સભ્યો માટે આ જ અટકનો ઉપયોગ થાય છે.
અમિતાભ હરિવંશરાયના બે પુત્રોમાં મોટો પુત્ર છે, બીજો પુત્ર અજિતાભ છે. તેમની માતાને થીએટરમાં ખૂબ રસ હતો અને તેમને ફિલ્મમાં પણ ઓફર થઈ હતી, પણ તેમણે ગૃહિણીની જવાબદારી અદા કરવાનું પસંદ કર્યું હતું. બચ્ચનની કારકિર્દીની પસંદગી પાછળ તેમનો પ્રભાવ મનાય છે, કારણ કે તેઓ હંમેશા ભારપૂર્વક માનતા હતા કે તેણે આ ક્ષેત્રે આગળ આવવું જોઈએ.[૨]તેમણે અલ્હાબાદ ની જનના પ્રબોધિની (Jnana Prabodhini) અને બોય્ઝ હાઇસ્કૂલ માં અભ્યાસ કર્યા પછી નૈનિતાલ ની શેરવૂડ કોલેજ માં અભ્યાસ કર્યો, જે કલાક્ષેત્રે જાણીતી હતી.પાછળથી તેઓ દિલ્હી યુનિવર્સિટી ની કિરોરીમલ કોલેજ માં અભ્યાસ કરવા ગયા અને અભ્યાસ પૂરો કરીને વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી. વીસીમાં બચ્ચને કોલકતા સ્થિત શિપિંગ ફર્મ બર્ડ એન્ડ કંપનીમાં ફ્રેટ બ્રોકરની નોકરી કરી હતી, જેથી તેમની અભિનય કારકિર્દી ચાલુ રહી શકે.તે મણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું.
તેમણે ત્રણ જૂન ૧૯૭૩ના રોજ અભિનેત્રી જયા ભાદુરી સાથે બંગાળી વિધિ મુજબ લગ્ન કર્યા.તેમને બે બાળકો છેઃ પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેક બચ્ચન
No comments:
Post a Comment