Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Wednesday, July 31, 2019

8 aug

  • 8 august ૧૫૦૯ – સમ્રાટ ક્રિષ્નદેવ રાયાનો રાજ્યાભિષેક થયો, વિજયનગરમ્ સામ્રાજ્યના પુનઃરૂથ્થાનનું કાર્ય શરૂ થયું.

  • ૧૯૪૨ – અખીલ ભારતીય કોંગ્રેસ કમિટિનાં મુંબઇ અધિવેશનમાં ભારત છોડોનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો, જેમણે સંપૂર્ણ ભારતમાં અસહકાર આંદોલન શરૂ કરવામાં અગ્રીમ ભાગ ભજવ્યો.
  • ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વખતમાં ૮મી ઓગસ્ટ, ઇ. સ. ૧૯૪૨ના દિને ગાંધીજી દ્વારા કરાયેલા આહ્‌વાન પર ભારત છોડોઆંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન (civil disobedience movement) હતું. ક્રિપ્સ મિશન (The Cripps mission)માં વિફ઼ળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન ખિલાફ઼ પોતાનું ત્રીજું મોટું આંદોલન છેડવાનો ફેંસલો કર્યો હતો. ઓગસ્ટ ૧૯૪૨માં શરૂ થયેલા આ આંદોલનને 'અંગ્રેજો ભારત છોડો' એવું નામ આપવામાં આવ્યું હતું. જો કે ગાંધીજીને તત્કાળ ગિરફ઼્તાર કરી લેવામાં આવ્યા હતા. આમ છતાં દેશ ભરના યુવા કાર્યકર્તાઓ હડતાળો અને તોડફ઼ોડ જેવી કારવાઇઓ કરીને આંદોલન ચલાવતા રહ્યા હતા. કોંગ્રેસ પક્ષમાં જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદી સદસ્ય ભૂમિગત પ્રતિરોધિ ગતિવિધિઓમાં સૌથી વધારે સક્રિય રહ્યા હતા. પશ્ચિમ ભાગમાં સાતારા અને પૂર્વ ભાગમાં મેદિનીપુર જેવા કેટલાય જિલ્લાઓમાં સ્વતંત્ર સરકાર, પ્રતિસરકારની સ્થાપના કરી દેવામાં આવી હતી. અંગ્રેજોએ આ આંદોલનના પ્રતિરોધમાં અત્યંત સખ્ત રવૈયો અપનાવ્યો હતો. આમ છતાં આ વિદ્રોહને ડામવા માટે સરકારને સાલ ભરથી પણ વધારે સમય લાગ્યો હતો.
    સુભાષચંદ્ર બોઝે હિન્દ છોડો ચળવળને અહિંસક છાપામાર યુદ્ધ (Non-violent guerrilla warfare) કહેલી.

    મૂળ સિદ્ધાંતફેરફાર કરો

    ભારત છોડો આંદોલન હકીકતમાં એક લોકાઆંદોલન હતું જેમાં લાખો સામાન્ય હિંદુસ્તાની લોકો સામેલ થયા હતા. આ આંદોલન દ્વારા યુવાઓ મોટી સંખ્યામાં આકર્ષિત થયા હતા. આ યુવાઓએ પોતાની કૉલેજના અભ્યાસને છોડી દઇને જેલ જવાનો રસ્તો અપનાવ્યો હતો. આ વખતમાં કોંગ્રેસના નેતાઓ જેલમાં હતા. આ સમયે જિન્ના તથા મુસ્લિમ લીગના એમના સાથીઓ પોતાનું પ્રભાવ ક્ષેત્ર ફેલાવવાના કાર્યમાં લાગ્યા હતા. આ વર્ષોમાં લીગને પંજાબ અને સિંધમાં પોતાની પહેચાન બનાવવાનો મોકો મળ્યો. આ વિસ્તારમાં હજુ સુધી લીગનું કોઈ ખાસ વજૂદ ન હતું.
    જૂન ૧૯૪૪ના સમયમાં જ્યારે વિશ્વ યુદ્ધ સમાપ્તિ તરફ હતું, ત્યારે ગાંધીજીને જેલમાંથી છોડવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર નિકળ્યા બાદ એમણે કોંગ્રેસ અને લીગ વચ્ચેના ફાંસલાને મિટાવવા માટે જિન્ના સાથે કેટલીય વાર વાતચીતો કરી. ઇ. સ. ૧૯૪૫ના વર્ષમાં બ્રિટનમાં લેબર પાર્ટીની સરકાર બની હતી. આ સરકાર ભારતીય સ્વતંત્રતાના પક્ષમાં હતી. આ સમયમાં વાયસરાય લૉર્ડ વાવેલ તરફથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ સાથે કેટલીય બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...