Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Saturday, June 22, 2019

વાવડી ગામનો ઇતિહાસ....

ગામ નો ઇતિહાસ.....
                               વાવડી ગામ ખેડા જિલ્લાના,ખેડા તાલુકામાં આવેલ છે.જે ખેડા ધોળકા હાઇવે પર ,ગાંધીપુરાથી અંદર ઉત્તર દિશામાં આવેલ છે.વાવડી ગામ નું નામ વાવ પરથી પાડ્યું છે.કહેવાય છે કે, આ વાવ અંગ્રેજોના સમયથી છે.ત્યાંથી વાવડી,ડામરી અને ગાંધીપુરાનાં લોકો પીવાનું પાણી ભરી જતા હતાં.આ વાવ ગામથી થોડે દૂર સિમમાં આવેલ છે.એની બાજુમાં પહેલા ખંભાત અમદાવાદ નો રસ્તો અહીંથી પસાર થતો હતો.અત્યારે કોમર્સીંયલ વીજળી નાં વાયર પસાર થાય છે.ટૂંક માં આ વાવ પરથી વાવડી નાંમ પાડ્યું છે.....


વાવ

            વાવડી ગામમાં એક વૈજનાથ મહાદેવ છે,જેની સ્થાપના 1972 માં થયેલી છે.આ મહાદેવનું મંદીર ગામમાં આવેલ છે.જયાં દરેક શિવરાત્રી પર ઉત્સવ ઉજવવામાં આવે છે.
                         વૈજનાથ મહાદેવ
                  
        વાવડી ગામ માં એક મોટી દૂધ ની ડેરી આવેલી છે.જેની સ્થાપના 17.04.1974 માં થયેલ છે.
             
ડેરી

વાવડી ગામમાં વાવડી ડામરી ગૃપ ગ્રામ પંચાયત પણ આવેલી છે.
ગ્રામ પંચાયત ,વાવડી.

ગામમાં તમામ જ્ઞાતિ નાં લોકો હળી મળી ને રહે છે.અને વાવડી ગામમાં સારામાં સારો અભ્યાસ અને સારામાં સારી ખેતી કર્તા લોકો રહે છે.ગામમા પ્રવેશ કર્તા જ એક મોટુ સ્વામિનારાયણ ભગવાન નું મંદીર પણ આવેલુ છે....
સ્વામિનારાયણ મંદીર, વાવડી

1 comment:

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...