Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Tuesday, April 28, 2020

શાળાઓ બંધ છે,શિક્ષણ નહીં.....


આ કાર્ય ની નોંધ રાજ્ય કક્ષાએ લેવાઈ... સમગ્ર શિક્ષા અભિયાન ,શ્રી પ્રકાશભાઈ ભટ્ટી દ્રારા નોંધ લેવાઈ તેં વિડિઓ જોવા .અહી ટચ કરો.








ગુજરાતમા પણ લોક ડાઉન છે ત્યારે શિક્ષકો પણ પોતાના બાળકો માટે ચિંતિત છે..તો પોતાની શાળાના બાળકો પોતાનો અભ્યાસક્રમ યાદ રાખે તેં માટે ખેડા તાલુકા ની પ્રા.શાળા નાં શિક્ષક શ્રી હિરેન કુમાર  હસમુખભાઈ શર્મા દ્રારા એક ઓન લાઇન ક્વિઝ તૈયાર કરવામાં આવી જેમા બાળકો જવાબ આપી શકે અને 40% જવાબ સાચા આપે તો તેમને ઓનલાઈન પ્રમાણ પત્ર પણ મળે.

આ ક્વિઝ ખેડા તાલુકા ના સામાજિક વિજ્ઞાન ના શિક્ષકોએ પણ આપી સાથે સાથે આ ક્વિઝ ની લિંક ગુજરાત રાજ્ય નાં તમામ શિક્ષકો સુધી વોટ્સ અપ દ્રારા પહોંચતા રાજ્યના તમામ શિક્ષકોએ ઉત્સાહ ભેર આપી.. આ ક્વિઝ તા.16 એપ્રિલે ઓન લાઇન મુકી તો આજ દિન સુધી... કુલ 563 શિક્ષક અને વિદ્યાર્થીઓએ  આ ક્વિઝ આપી અને હજી રોજે રોજ આપી રહ્યાં છે.
તથા બીજી એક ક્વિઝ બપોર ની ક્વિઝ કરી ને ખેડા તાલુકા નાં  સામાજિક વિજ્ઞાન ના શિક્ષકો નાં ગૃપમા મુકવામાં આવી તો તેં ખેડા જીલ્લા સુધી પહોંચતા 67 શિક્ષકોએ જવાબ આપ્યાં.
તથા બીજી ક્વિઝ એક મુકવામાં આવી હતી તેમાં 47 શિક્ષકોએ ભાગ લીધો હતો..
આ શિક્ષક દ્રારા સામાજિક વિજ્ઞાન નાં નવા પાઠ્ય પુસ્તકો ને flipbook સ્વરૂપે બનાવ્યા છે.તેની નોંધ પણ રાજ્ય નાં તમામ શિક્ષકોએ લીધી છે.
આ શિક્ષક દ્રારા ધોરણ 6 થી 8 ની તમામ એકમ ક્વિઝ બનાવેલ છે જે રોજેરોજ સવારે મુકવામાં આવે છે અને સાંજે 5 વાગે સામાજિક વિજ્ઞાન નાં ખેડા તાલુકા નાં શિક્ષકો ને online quize રમાડવામાં આવે છે.

2 comments:

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...