Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Sunday, January 12, 2020

૧૯ જાન્યુ

કુંદનલાલ સાયગલ પુણ્ય તિથી 




કુંદનલાલ સાયગલનો જન્મ 1904ની 11 એપ્રિલે જમ્મુમાં થયો હતો અને 1947ની 19 જાન્યુઆરીએ જલંધરમાં એમનું નિધન થયું હતું. માત્ર 42 વર્ષના આયુષ્યમાં સાયગલે ગાયક અને અભિનેતા તરીકે ભારતભરમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી.
સાયગલના માતા કેસરબાઈ ધાર્મિક ગીતોનાં ચાહક હતા. તેઓ પુત્ર કુંદનને અનેક ધાર્મિક કાર્યક્રમોમાં એમની સાથે લઈ જતાં હતાં, જ્યાં ભજન, કીર્તન ગવાતા હતાં. એમની પાસેથી જ બાળક કુંદનને સંગીત પ્રત્યે આકર્ષણ થયું હતું અને ગાવાનો શોખ જાગ્યો હતો.
જમ્મુથી સાયગલ યુવાન વયે કલકત્તા ગયા હતા અને ત્યાં ઘણી વાર મેહફિલ-એ-મુશાયરામાં ગાતા હતા. સાયગલના વખતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર કલકત્તા શહેર હતું, પણ બાદમાં મુંબઈ બન્યું હતું. 1930ના દાયકાના આરંભમાં શાસ્ત્રીય સંગીતકાર અને ફિલ્મ સંગીતકાર હરિશ્ચંદ્ર બાલી સાથે ઓળખાણ થતાં બાલીએ સાયગલને કલકત્તામાં ફિલ્મ સ્ટુડિયો ન્યૂ થિયેટર્સ સાથે એમને કોન્ટ્રાક્ટ કરાવી આપ્યો હતો, મહિને 200 રૂપિયાનો. એને પગલે સાયગલની મુલાકાત પંકજ મલિક, કે.સી. ડે, પહાડી સન્યાલ જેવા એ વખતના જાણીતા ગીતકાર-સંગીતકારો સાથે થઈ હતી.
સાયગલ અભિનેતા તરીકે જાણીતા થયા હતા. હિન્દી સિનેમાના એ પહેલા સુપરસ્ટાર કહેવાય છે. પંદર વર્ષની કારકિર્દીમાં સાયગલે 36 ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં 28 હિન્દી, સાત બંગાળી અને એક તામિલ ફિલ્મ હતી. સાયગલની પહેલી હિન્દી ફિલ્મ હતી 'મોહબ્બત કે આંસુ', જે 1932માં રિલીઝ થઈ હતી.
1933માં, સાયગલે 'પુરાણ ભગત' ફિલ્મમાં ગાયેલા ચાર ભજન ઝડપથી આખા દેશમાં લોકપ્રિય થયા હતા.
સાયગલે કુલ 185 ગીતો ગાયા હતા, જેમાંના 142 ફિલ્મી ગીતો હતા અને 43 બિન-ફિલ્મી ગીતો હતા. ફિલ્મી ગીતોમાં 110 હિન્દી, 30 બંગાળી અને બે તામિલ હતા.
1930-50ના દાયકામાં સાયગલના સ્વરની લોકપ્રિયતા એટલી બધી હતી કે એ સમયે લોકપ્રિય રહેલા રેડિયો સીલોન પર 47 વર્ષ સુધી રોજ સવારે 7.55 વાગ્યે સાયગલનું ગીત વગાડવામાં આવતું હતું.
લતા મંગેશકર અને કિશોર કુમારે તો જાહેરમાં નિવેદન કરીને કહ્યું હતું કે તેઓ સાયગલને પોતાનાં સંગીત ગુરુ માને છે.

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...