વિલિસ કેરિયર એ એક અમેરિકન એન્જિનયર હતા. તેઓ આધુનિક એરકંડીશનરના શોધક ગણાય છે. એમણે ભેજ, તાપમાન, હવાની આવન-જાવન ઉપર અંકુશ અને હવાનું શુદ્ધિકરણ કરે તે પ્રકારનું એરકંડીશનર વિકસાવ્યું હતું.
જીવનગાથા
વિલિસ કેરિયરનો જન્મ અમેરિકામાં આવેલા ન્યૂયોર્કના એંગોલા શહેર ખાતે ઈ. સ. ૧૮૭૬ના છવ્વીસમી નવેમ્બર, ૧૮૭૬ના દિવસે થયો હતો[૧]. એમના પિતા દુકાનદાર હતા તેમ જ લોકોને સંગીત પણ શિખવાડતા હતા. સ્થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ તેઓ કોર્નેલ યુનિવર્સિટી ખાતેથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી એન્જિનયર થયા હતા.
ઈ. સ. ૧૯૦૨ના વર્ષમાં એમણે સુધારેલા એરકંડીશનરની શોધ કરી હતી, જેને ઈ. સ. ૧૯૦૬ના વર્ષમાં માન્યતા મળી હતી. આ વેળા એમણે આ સુધારેલા મશીનને હવાનું શુદ્ધિકરણ કરતું સાધન એવું નામ આપ્યું હતું. આ પછી તેમાં ઘણા સુધારાઓ કરી આધુનિક એરકંડીશનર બનાવ્યું હતું. ત્યારબાદ એમણે એરકંડીશનર બનાવવાનું કારખાનું ઉભું કરી ન્યૂ જર્સી, ન્યૂયોર્ક અને પેન્સીલ્વેનિયા એમ ત્રણ શહેરોમાં કંપનીની શાખો સ્થાપી હતી. ત્યારબાદ એમણે જાપાન અને કોરિયામાં પણ કંપનીની શાખાઓ સ્થાપી હતી.
સાતમી ઓક્ટોબર, ૧૯૫૦ના રોજ એમનું અવસાન થયું હતું.
સન્માન
વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં વિલિસ કેરિયરે કરેલા યોગદાન બદલ એમને ફ્રેન્ક બ્રાઉન પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો
No comments:
Post a Comment