Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Wednesday, September 18, 2019

23 sep..

23 september  ના રોજ


    વિદ્યા બીના મતિ ગઈ ,
    મતિ બીના નીતિ ગઈ,
    નીતિ બીના ગતિ ગઈ,
    ગતિ બીના વિત્ત ગયા,
    વિત્ત બીના શુદ ગયા,
    ઇતના અનર્થ એક અવિદ્યાને કિયા "
         પરાધીન ભારતમાં શિક્ષણનું આટલું  મહત્વ સમજનાર મહાન સમાજ સુધારક જોતિબા ગીવિંદરાવ ફૂલેનો આજે જન્મદિવસ છે .
          પુણેમાં જન્મેલા જોતિબાએ એક વર્ષની વયે માતાનું છત્ર ગુમાવ્યું હતું.પ્રાથમિક શિક્ષણ મરાઠીમાં લીધું અને ૨૧ વર્ષની ઉમરે અગ્રેજી સાતમીની પરીક્ષા પાસ કરી.
           દેશનો ઉદ્ધાર લોકોની માનસીકતા બદલ્યા વગર શક્ય નથી અને સમાજ પરિવર્તનના પાયામાં સ્ત્રી શિક્ષણ છે તેવી સમજ સાથે છોકરીઓ માટે શાળા શરુ કરી ભણાવનાર શિક્ષકો ન મળ્યા તો પત્ની સાવિત્રીબાઈને શિક્ષિકા તરીકે તૈયાર કર્યા.સામા પ્રવાહે તરી સ્ત્રી શિક્ષણનો પાયો નાંખ્યો.
           શુદ્રો પર થતા અત્યાચાર ,શોષણ અને દુર્વ્યવહારને રોકવા ૨3 સપ્ટે.૧૮૭૩ના રોજ "સત્ય શોધક"સમાજની સ્થાપના કરી.સમાજ પરિવર્તન માટે તેમની ધગશને મદે નજર રાખી ૧૮૮૮માં મુંબઈની એક સભામાં "મહાત્મા"નું બિરુદ આપવામાં આવ્યું.મહાત્મા જોતિબાએ" તૃતીય રત્ન","ગુલામગીરી","છત્રપતિ શિવાજી","અછુતો કી કેફિયત ","રાજા ભોંસલે કા પખડા","કિસાનો ક કોડા "જેવા પુસ્તકો પણ લખ્યા .
       ૧૯મા સૈકાના મહાન વિચારક,સમાજ સેવક,દાર્શનિક અને ક્રાંતિકારી જોતિબા ફૂલેનું ૨૮ નવે.૧૮૯૦ના રોજ લકવાને કારણે અવસાન થયું હતું.
    ફેરફાર કરો

    No comments:

    Post a Comment

    આ પણ જુવો........ખાસ...

    Ekam kasoti

    🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...