Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Saturday, August 24, 2019

2 sep

  • જન્મ ડૉ. રમણીક લાલ 2 શેપ 1916
  • ૧૯૧૬ - ડૉ. રમણીકલાલ દોશી એટલે કે ચિખોદરાની આંખની હોસ્પીટલવાળા પૂ. દોશીકાકાનો રાજકોટ ખાતે જન્મ. ગાંધીજી અને રવિશંકર મહારાજના પ્રભાવમાં આવી લોકસેવાનો ભેખ ધારણ કરનાર દોશીકાકાએ નેત્રયજ્ઞ અને ક્ષયનિવારણનો ભેખ લીધો હતો.
  • ડૉ. રમણીકલાલ દોશી એટલે ચિખોદરાની આંખની હોસ્પીટલવાળા પૂ. દોશીકાકા. ગાંધીજી અને રવિશંકર મહારાજના પ્રભાવમાં આવી લોકસેવાનો ભેખ ધારણ કરનાર દોશીકાકાએ નેત્રયજ્ઞ અને ક્ષયનિવારણનો ભેખ લીધો હતો. દોશીકાકાને ખેડાઅને પંચમહાલ જિલ્લામાં ગામેગામ કેટલાય કાર્યકરો ઓળખે છે. સરળ, નિરભિમાની, પ્રામાણિક, સેવાભાવી પ્રકૃતિ ધરાવતા દોશીકાકા સ્વચ્છ પણ ઈસ્ત્રી વગરનાં ખાદીનાં ઝભ્ભો, બંડી અને લેંઘો પહેરેલા, ગામઠી ચંપલવાળા, ખભે બગલથેલો ભરાવેલા નીચું જોઈ ચાલતા સામે મળે તો ખ્યાલ જ ન આવે કે આ આંખના મોટા ડૉક્ટર છે.

    જીવનઝરમરફેરફાર કરો

    પૂ. દોશીકાકાનો જન્મ બીજી સપ્ટેમ્બર૧૯૧૬ના દિવસે રાજકોટ, ગુજરાત, ભારત ખાતે થયો હતો. એમના પિતા રામજીભાઈ દોશી રાજકોટ રાજ્યના દીવાન હતા. તેઓ પોતે સુશિક્ષિત હોવાથી સંતાનો પણ ઉચ્ચ શિક્ષણ મેળવે તેવા પ્રયત્નો કરતા. આથી દોશીકાકાએ પણ કરાંચી, અમદાવાદ અને મુંબઈ ખાતે અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. રામજીભાઈ દોશીના સાત દીકરાઓ પૈકી પાંચ ડૉક્ટર થયા હતા. જેમાં દોશીકાકા અમદાવાદ ખાતે એલ. સી. પી. એસ. અને મુંબઈ ખાતે ડી. ઓ. તથા એમ. એસ. થયા હતા. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમણે કચ્છના ભચાઉ તથા પાનેલીજામજોધપુર વગેરે સ્થળો પર દાક્તર તરીકે અને નડીઆદ ખાતે પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...