Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Wednesday, July 24, 2019

ચંદ્રયાન ૨


ચંદ્રયાન-૨
ચંદ્રયાન-૨ની રચના. ભ્રમણકક્ષાનું યાન અને ઉતરાણ યાન. ચંદ્રવાહન તેની અંદર હશે

ચંદ્રવાહનની શક્યત: રચના
ચંદ્રયાન-૨ 

 ચંદ્રયાન 1  પછીનું બીજું ચંદ્ર યાન છે. આ યાન ઇસરો દ્વારા નિર્મિત કરાયું છે અને GSLV Mk III રોકેટ વડે પ્રક્ષેપણ કરાશે. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા યાન, ચંદ્ર પર ઉતરનાર યાન અને વાહન (રોવર)નો સમાવેશ થાય છે, આ ત્રણેય ભારત વડે નિર્મિત છે.
ચંદ્રયાન-૨ પ્રક્ષેપણની તારીખ ૨૨/૭/૨૦૧૯ નક્કી કરવામાં આવી છે.
ભારતે અંતરિક્ષમાં વધુ એક ઇતિહાસ રચી દીધો છે. ચંદ્રયાન-૧ બાદ હવે ચંદ્રયાન-૨નું પણ સફળતા પૂર્વક પરીક્ષણ કરી લીધુ છે. શ્રીહરિકોટાથી બાહુબલી નામના સોથા તાકતવર રોકેટ જીએસએલવી-એમકે દ્વારા આ ચંદ્રયાન-૨ને લોંચ કરીને એક નવો ઇતિહાસ રચી દીધો છે.

આ ઉપરાંત અન્ય એક સિદ્ધી એ પણ મેળવી છે કે જે ચંદ્રયાન-૨ને લોંચ કર્યું છે તે ચંદ્રના દક્ષિણી ધુ્રવ ક્ષેત્રમાં ઉતરશે કે જ્યાં અત્યાર સુધી કોઇ પણ દેશ નથી પહોંચી શક્યો. તેથી આમ કરનારો પણ ભારત પહેલો દેશ બનશે.

આનાથી અન્ય એક ફાયદો એ પણ થશે કે ચંદ્ર વિશે વધુ જાણકારી તો મળશે સાથે અંતરીક્ષમાં અન્ય કેટલીક ખોજ કરવામાં પણ મદદરુપ થશે. આ સ્પેસક્રાફ્ટ ત્રણ ભાગોમાં વહેચાયેલો છે અને તેનુ કુલ વજન ૩,૮૫૦ કીલો છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (એસડીએસસી) પરથી મોડી રાત્રે ૨.૫૧ કલાકે છોડવામાં આવ્યું હતું.

આ ચંદ્રયાન-૨ના મિશન પાછળ આશરે ૯૭૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, અને તેને ચંદ્ર પર પહોંચવામાં આશરે ૫૪ દિવસનો સમય લાગશે. શનિવારે ઇશરોના વૈજ્ઞાાનિકોએ ચંદ્રયાન-૨ના સફળ પરિક્ષણ માટે પુજાપાઠ પણ કર્યા હતા. ઇશરોએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ચંદ્રયાન-૨ ચંદ્ર પર એવા સ્થળે જવાનું છે કે જ્યાં આજદિન સુધી કોઇ પણ દેશનું યાન નથી પહોંચી શક્યું જે પણ એક પ્રકારનો ઇતિહાસ જ ગણાશે.

ઇસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-૨ના પરીક્ષણની સાથે તેનું લેન્ડિંગ પણ એટલુ જ જોખમી છે, જે અંતીમ ૧૫ મિનિટ હોય છે તેમાં જ સૌથી વધુ ખતરો હોય છે જો તેમાંથી બહાર આવી ગયા તો આ મિશન સફળ થઇ જશે. સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવેલા ચંદ્રયાન-૨માં કુલ ૧૩ પેલોડ છે.

 આઠ ઓર્બિટરમાં, ત્રણ પેલોડ લેંડર વિક્રમ અને બે પેલોડ રોવર પ્રજ્ઞાાનમાં છે. આ  પરિક્ષણને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ નિહાળ્યું હતું. પરિક્ષણના ૧૬ મિનિટ બાદ જીએસએલવી એમકે તૃતીય ચંદ્રયાન-૨ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે. લેંડર વિક્રમ નામ ભારતના મહાન વૈજ્ઞાાનિકો પૈકી એક ડો. વિક્રમ એ સારાભાઇના નામે રાખવામાં આવ્યું છે.
ઇસરોના ચંદ્રયાન -2 દ્વારા ચંદ્ર પર એવી શોધ થશે કે, જે વિશ્વને આશ્ચર્ય ચકિત કરશે

જ્યાં ચંદ્રયણ -2 નું લેન્ડર વિક્રમ જમીન ચંદ્રની ધરતી ઉતરી અને ચંદ્ર પર ધરતીકંપ થાય છે કે નહીં તે તપાસ કરશે. ત્યાં થર્મલ અને લૂનર ઘનતા કેટલી તે પણ તપાસ કરશે. તો રોવરની ચંદ્રની સપાટીની રાસાયણીક તપાસ કરશે. ચંદ્રનું ત્યાનું તાપમાન અને પર્યાવરણમાં ભેજનું પ્રમાણ કેટલું હોય ​​છે તેની વિગતો મેળવશે. આપને જણાવી દઇએ કે ચંદ્રયાન -1 દ્વારા ચંદ્રની સપાટી પર પાણી શોધવામાં આવ્યું હતું જ્યારે ચંદ્રયાન -2 દ્વારા ચંદ્રની સપાટી અને ઉપસપાટી પર પાણી કેટલા ભાગમાં છે તે તપાસ કરવામા આવશે.




No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...