નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ
નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ૧૮ જુલાઈના દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા તેમ જ ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના જન્મ દિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ દિવસ માટેનો નિર્ણય જુલાઈ ૧૮, ૨૦૧૦ના રોજ, જ્યારે મંડેલા ૯૨ વર્ષના થયા ત્યારથી દર વર્ષે ઉજવણી કરવા માટે લેવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ અલી ટ્રેકીએ જણાવ્યું હતું કે આ નિર્ણય એક મહાન વ્યક્તિનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો હતો, જેમણે નહીં માત્ર સામાન્ય લોકોની સુખાકારી માટે કામ કર્યું, પરંતુ તે માટેની કિંમત પણ ચુકવી. મંડેલાએ તેમના જીવનના મોટા ભાગની ઉંમર (૨૭ વર્ષ) કારાવાસ ખાતે વિતાવી હતી. કારાવાસ દરમિયાન તેઓ સૌથી વધુ સમય કેપ ટાઉન શહેરના કિનારે વસેલ કુખ્યાત રોબેન ટાપુની જેલમાં રહ્યા હતા. તેમના ૯૧મા જન્મ દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ (સેક્રેટરી જનરલ) બાન કી મૂને જણાવ્યું હતું કે - "મંડેલા સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચ આદર્શોના પ્રતીક છે. મંડેલાને આ આદર શાંતિ સ્થાપના, રંગભેદ દૂર કરવા,માનવ અધિકારોનું રક્ષણ અને લિંગ સમાનતાની સ્થાપના માટે તેમના સતત પ્રયાસો માટે આપવામાં આવે છે."

No comments:
Post a Comment