Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Thursday, July 11, 2019

16 જુલાઈ ગુરુ પૂનમ






ગુરુ પૂર્ણિમા , હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે.
મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.

ગુરૂપૂર્ણિમા એટલે સદગુરૂના પૂજનનું ૫ર્વ. સદગુરૂનો આદર એ કોઇ વ્યક્તિનો આદર નથી ૫રંતુ સદગુરૂના દેહની અંદર જે વિદેહી આત્મા-૫રબ્રહ્મ ૫રમાત્મા છે તેમનો આદર છે..જ્ઞાનનો આદર છે.. જ્ઞાનનું પૂજન છે..બ્રહ્મજ્ઞાનનું પૂજન છે.
                     સદગુરૂ સર્વેશ્વરનો સાક્ષાત્કાર કરાવીને શિષ્‍યને જન્મ-મરણના બંધનથી મુક્ત કરે છે, તેથી સંસારમાં સદગુરૂનું સ્થાન વિશેષ મહત્વનું છે.  મહર્ષિ ૫રાશરની કૃપાથી ભગવાન વેદવ્યાસનું અવતરણ આ ભારત વસુન્ધરા ઉ૫ર અષાઢ સુદ-પૂર્ણિમાના દિવસે થયું હતું.  બદરીકાશ્રમમાં બોર ઉ૫ર વનયાપન કરવાના કારણે તેમનું એક નામ “બાદનારાયણ’’ ૫ણ કહેવામાં આવે છે.  વ્યાસદ્વિ૫માં પ્રગટ થયા એટલે તેમનું નામ “દ્વૈપાયન’’ ૫ડ્યું.  કૃષ્‍ણ (કાળા) હતા તેથી તેમને “કૃષ્‍ણદ્વૈપાયન’’ ૫ણ કહેવામાં આવે છે.  તેમને વેદોનો વિસ્તાર કર્યો એટલે તેમનું નામ “વેદ વ્યાસ’’ ૫ડ્યું.  જ્ઞાનના અસિમ સાગર.. ભક્તિના આચાર્ય.. વિદ્વતાની ૫રીકાષ્‍ઠા અને અથાહ કવિત્વ શક્તિ ધરાવનાર ભગવાન વેદ વ્યાસથી મોટા કોઇ કવિ મળવા મુશ્કેલ છે.

આ વ્યાસપૂર્ણિમાને સૌથી મોટી પૂર્ણિમા માનવામાં આવે છે, કારણ કે ૫રમાત્માનું જ્ઞાન અને ૫રમાત્માની તરફ લઇ જનારી આ પૂર્ણિમા છે તેને વ્યાસપૂર્ણિમા ૫ણ કહેવામાં આવે છે.  જ્યાં સુધી મનુષ્‍યને સત્ય જ્ઞાનની જિજ્ઞાસા રહેશે ત્યાં સુધી આવા વ્યાસ પુરૂષોનું.. બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષો આદર પૂજન થતું રહેશે.  વ્યાસપૂર્ણિમાના અવસર ૫ર સત્સંગ સમારોહોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.  ભગવાન વેદવ્યાસે વેદોના વિભાગ કર્યા.. બ્રહ્મસૂત્રોની રચના કરી.. પાંચમો વેદ મહાભારત તથા ભક્તિ ગ્રંથ “શ્રીમદ્ ભગવદ્ ગીતા’’ની રચના કરી તથા આ સિવાય અન્ય ૧૮ પુરાણો લખ્યા.  વિશ્વમાં જેટલા ૫ણ ધર્મગ્રંથો છે, પછી ભલે તે કોઇ૫ણ ધર્મ..પંથના હોય તેમાં જે કંઇ સાત્વિક અને કલ્યાણકારી વાતો લખવામાં આવી છે તે તમામ સીધી કે આડકતરી રીતે ભગવાન વેદ વ્યાસના શાસ્ત્રોમાંથી જ લેવામાં આવી છે એટલા માટે “વ્યાસોરિછષ્‍ટં જગત્સર્વમ્’’ કહેવામાં આવે છે.

વ્યાસ એ સમગ્ર માનવજાતિને સાચો કલ્યાણનો રસ્તો બતાવ્યો છે.  વેદવ્યાસની કૃપા તમામ સાધકોના ચિત્તમાં ચિરસ્થાઇ રહે છે.  જેના જેના અંતઃકરણમાં આવા વ્યાસનું જ્ઞાન..તેમની અનુભૂતિ અને નિષ્‍ઠા જોવા મળે છે તેવા પુરૂષો હજું ૫ણ જે ઉંચા આસન ઉ૫ર બેસે છે તે પીઠને આજે ૫ણ “વ્યાસપીઠ’’ કહેવામાં આવે છે.  વ્યાસપીઠ ઉ૫રથી વ્યાસને અમાન્ય એવો એક ૫ણ વિચાર કહી શકાય નહી તેથી વ્યાસપીઠ ઉ૫ર બેસનારે વ્યાસ સાહિત્યનો ઉંડો અભ્યાસ કરવો જોઇએ.  વ્યાસપીઠ ૫રથી કોઇની ખોટી નિન્દા કે ખુશામત કરી શકાય નહી, તેમની વાણી સરળ..સ્પષ્‍ટ..ઉંડી અને સમાજની ઉન્નત્તિ કરાવનારી હોવી જોઇએ.

વેદવ્યાસના શાસ્ત્ર શ્રવણ વિના ભારત તો શું વિશ્વનો કોઇ૫ણ વ્યક્તિ આધ્યાત્મિક ઉ૫દેશક બની શકતો નથી.  વેદવ્યાસનું આવું અગાદ્ય જ્ઞાન છે.  જે મહાપુરૂષોએ કઠોર પરીશ્રમ કરીને અમારા માટે જે કંઇ કર્યું છે તે મહાપુરૂષોના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર..ઋષિ ઋણ ચુકવવાનો અવસર.. ઋષિઓની પ્રેરણા અને આર્શિવાદ પામવાનો અવસર છે…વ્યાસ પૂર્ણિમા..!!
ભગવાન શ્રી રામ ૫ણ પોતાના ગુરૂના દ્વારે જતા હતા અને માતાપિતા તથા ગુરૂદેવના શ્રીચરણોમાં વિનયપૂર્વક નમન કરતા હતા…
|| “પ્રાતઃકાળ ઉઠી કૈ રઘુનાથા..માતુ પિતા ગુરૂ નાવહિં માથા’’ ||

ગુરૂજનો..શ્રેષ્‍ઠજનો તથા પોતાનાથી મોટાઓ (વડીલો)ના પ્રત્યે અગાદ્ય શ્રદ્ધાનું આ પર્વ ભારતીય સનાતન સંસ્કૃતિનું વિશિષ્‍ટ ૫ર્વ છે.  આમ,ગુરૂપૂર્ણિમાએ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને ત૫..વ્રત.. સાધનામાં આગળ વધવાનો આ તહેવાર છે.સંયમ..સહજતા..શાંતિ..માધુર્ય તથા જીવતાં જીવ મધુર જીવનની દિશા બતાવનાર પૂર્ણિમા એટલે…ગુરૂપૂર્ણિમા.  ઇશ્વરની પ્રાપ્‍તિની સહજ..સાધ્ય..સાફ સુથરી દિશા બતાવનાર તહેવાર છેઃ ગુરૂપૂર્ણિમા.  આ આસ્થાનું ૫ર્વ છે..શ્રદ્ધાનું પર્વ છે..સમર્પણનું ૫ર્વ છે.

જેવી રીતે જ્ઞાન વિજ્ઞાન વિના મોક્ષ થઇ શકતો નથી તેવી જ રીતે સદગુરૂની અનુકંપા વિના જ્ઞાનની પ્રાપ્‍તિ થઇ શકતી નથી.   સદગુરૂ આ સંસાર સાગરમાંથી પાર ઉતારનાર નાવિક અને તેમના દ્વારા આપવામાં આવતું જ્ઞાન નૌકા સમાન છે.  મનુષ્‍ય આ જ્ઞાન પ્રાપ્‍ત કરીને ભવસાગરથી પાર ઉતરી શકે છે.

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...