Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Wednesday, July 31, 2019

12 ઓગસ્ટ

  • 12 ઓગસ્ટ ૧૯૧૯ – ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ, મહાન ભારતીય ભૌતિકવિજ્ઞાની કે જેઓ ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા અને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાય છે.
  • ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ (૧૨ ઓગષ્ટ ૧૯૧૯ – ૩૦ ડિસેમ્બર ૧૯૭૧) ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. તે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે.
    વિક્રમ અંબાલાલ સારાભાઈ
    Vikram Sarabhai.jpg
    ડૉ. વિક્રમ સારાભાઈ
    જન્મની વિગત૧૨ ઓગસ્ટ, ૧૯૧૯
    અમદાવાદ,ગુજરાત
    મૃત્યુની વિગતતિરુવનંતપુરમ્માં કોવલમ, કેરળ
    રાષ્ટ્રીયતાભારતીય
    અભ્યાસપીએચ.ડી.
    વ્યવસાયવૈજ્ઞાનીક
    કાપડ અને દવાનો કૌટુંબીક વ્યવસાય
    વતનઅમદાવાદ
    ખિતાબભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતા
    પદ્મભૂષણ
    પદ્મવિભૂષણ
    જીવનસાથીમૃણાલિની સારાભાઇ‎‎
    સંતાનકાર્તિકેય - મલ્લિકા
    માતા-પિતાસરલા - અંબાલાલ સારાભાઈ

    શરુઆતના વર્ષૉફેરફાર કરો

    વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ, ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડીઆજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટિ સેન્ટર, અમદાવાદમાં છે.
    ૧૯૪૦માં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી અને ૧૯૪૭માં યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 'કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપીકલ લેટિટ્યૂડ્ઝ' એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.[૨]

    કારકીર્દીફેરફાર કરો

    ૧૯૩૯ થી ૧૯૪૫ દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાંતેઓએ કૉસ્મીક કિરણોના પ્રસારણ અંગે સંશોધન કર્યું. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-પી.આર.એલ.) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે. ભારતે અવકાશ ક્ષેત્રે જે અનેક સિદ્ધિઓ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે. અવકાશમાં મોકલવાના ઉપગ્રહોનો પણ અહીં વિકાસ થયો છે. ૧૯૭૪માં અવકાશમાં છોડવામાં આવેલા ભારતના ઉઅપગ્રહની ઘણી ખરી રચના અહીં તેમના હસ્તક થઈ હતી. અમદાવાદ ઇન્સ્ટીટ્યુંટ ઓફ મેનેજમેન્ટ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઇ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન ઉદ્યોગ, દવા, ફાર્મસીને લગતી અનેક સંસ્થામાં તેમને પોતાનો ફાળો આપેલો છે. 
    ડૉ. હોમી ભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યુ કે તેમના માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું એક સદ્‌નસીબની વાત હતી.
    વૈજ્ઞાનીક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબિક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.

    ભારતીય અવકાશીય કાર્યક્રમ

    અંગત જીવનફેરફાર કરો


    વિક્રમ અને મૃણાલિની સારાભાઇ, ૧૯૪૮
    તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઇ‎‎ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે.
    ૫૨ વર્ષની ઉંમરે ૩૦ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ તેમનું નિંદ્રામાં જ મૃત્યુ થયું હતું.
    • ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુંટ ઓફ મેનેજમેન્ટ આઇ.આઇ.એમ. અમદાવાદની સ્થાપના.
    • અટીરા (ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના.

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...