કહેવાય છે કે ,બાળપણ મા કેળવાએલી સુટેવો મનુષ્યના વ્યક્તિત્વનું ઉત્તમ રીતે ઘડતર કરે છે,તેથી જ પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણની સાથે સાથે બાળક મા ઉત્તમ ગુણો વિકસે તેં દિશામાં કામ કરવું જરુરી બને છે...
બાલ સંસદ એટ્લે બાળકોની ,બાળકો દ્રારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમા બાળકો શાળા અને વર્ગ ખંડ ના નીતિનીયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપન માં ,વિકાસમાં સુંધરણામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય.
બાલ સંસદ ની રચના પ્રા.શાળા વાવડીમાં લોકશાહી પદ્ધતિથી કરવામાં આવી.જેમા શાળાના બધાજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા આચાર્યશ્રી એ ભાગ લીધો.આ વખત ની ચૂંટણી મા ખાસ બાબત એ હતી કે,આ ચૂંટણી ઓનલાઈન કરવામાં આવી જેમા બાળકોએ એક મીડિયાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. દરેક બાળકે પોતાની જવાબદારી ખુબજ સુંદર રીતે નિભાવી.શાળામાં સક્રિય અને સફળ બાળ સંસદ વિદ્યાર્થીના શિક્ષણ ,સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસ ના સંદર્ભે એક મહત્વની શરૂઆત છે.જેનાથી બાળકોને શીખવા માટે નું વાતાવરણ તૈયાર થયું. બાળકો મા નેતૃત્વ, સમૂહભાવના સમયસર નિર્ણયો લેવાની ક્ષમતા તેમજ સ્વયં શિસ્ત જેવા ગુણો વિકસવાની સાથે સાથે રાજનીતિ શાસ્ત્ર જેવા વિષયને સમજવાની મદદ પણ મળી. આમ,બાળ સંસદ શિક્ષણમાં તેમજ જીવન ઘડતરમાં પણ ઉપકારક બને છે.
મુખ્ય ઉદેશ્ય:
(1) લોકશાહી મૂલ્યોનો વિકાસ
(૨) નેતૃત્વ ના ગુણોનો વિકાસ
(3) સમસ્યાનું વિશ્લેષણ અને નિર્ણય લેવાની ક્ષમતા
(4)સ્વયં શિસ્ત અને સ્વયં પ્રેરણા
(5) સુંટેવોનું સમાજીકરણ
(6) રચનાત્મકતા નો વિકાસ.....
આજની બાળ સંસદ દરમિયાન વાવડી ગામ નાં ખુબજ ઉત્સાહી અને પરિશ્રમ નાં પ્રેરણા સ્રોત એવા સરપંચ શ્રી અમિતભાઇ એ આવી ને નિરીક્ષણ કર્યું.ખુબજ ખુશ થયા ઓનલાઈન બાળ સંસદ ની ચૂંટણી જોઇને બાળકોને આનો શુ ફાયદો એ ચર્ચા કરી અને તેમણે શાળા માટે કંઈ પણ કામ હોય ,બાળકો ને જમાડવા હોય કે પ્રવાસ માટે કાઈ પણ ભવિષ્ય મા જરૂર હોય તો કહેજો એવું સુંદર વચન આપ્યું.
અને અંતમાં અમારાં બધા માટે આચાર્ય સાહેબ વારંવાર બોલતાં હતાં કે "આજે મજા આઈ,આજે બાળકો ને મજા આઈ " એવા શબ્દો અમારાં માટે ઓક્ષીજન સામાન રહ્યાં......
સાથે સાથે આજે બાળકો ને દાબેલી પણ આપવામા આવી.....બાળકોએ ખુબજ આનંદ થી દાબેલી ખાધી જેનો આજે આનંદ છે.......
No comments:
Post a Comment