Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Monday, June 24, 2019

વાવડી શાળાનો લોગો અને અર્થ.....




સા વિદ્યા યા વિમુકતયે.........
       આજે આપણે ઘણી જગ્યાએ વાંચીએ છીયે કે, "સા વિદ્યા યા વિમુકતયે" તો એનો અર્થ સમજીએ છીયે ખરાં? અને કદાચ સમજીએ છીયે તો એને અનુભવીએ છીયે ખરાં?અને અનુભવીએ છીયે તો શું બાળકોમા જોઇ શકીયે છીયે ખરાં? શુ બાળકો આજે મુક્તિ અપાવે એવું શિક્ષણ મેળવી રહ્યાં છે કે પછી નોકરી મળે એનું?
      આજે આ વિષય પર ઘણુ વિચારી ને કે ,પ્રાથમિક શાળા વાવડી નાં બાળકો મુકત મન થી મુકત વિચારો સાથે ,પોતાના જીવનમાં સાચું અને સારુ શિક્ષણ મેળવે એવા આશયથી આ અમારી શાળાના લોગો પસંદ માં આ સૂત્ર નક્કી કર્યું છે....
    હા,એ વાત ચોક્કસ છે કે, આ સૂત્ર નો શાબ્દિક અર્થ એમ થાય કે,મુક્તિ અપાવે એ શિક્ષણ અહિ વાત મોક્ષ ની છે...પણ અમે માનીએ છીયે કે કોઈપણ બાળક કે માણસ ને માનસિક અને આત્મિક રીતે પણ મુક્તિ અપાવે એવું શિક્ષણ પણ હોવું જોઇયે...પોતાના નક્કી કરેલા ઝોન માંથી બહાર આવે ,સાહસ કરે અને મુકત મને તમામ પરિસ્થિતિ નો સામનો કરે...
       તો આવા માનસિક અને આત્મિક મુક્તિ અપાવે એવા શિક્ષણનો હેતુ રાખી આજે આ લોગો માં સૂત્ર પસંદ કર્યું છે........ 
  અને સાથે સાથે ખુલ્લું પુસ્તક અને બાળકો તથા મગજ નો વિકાસ માટેના નિશાન અને right place for bright future.. એ સારા ભવિષ્ય માટેનું સાચું સ્થળ એમ સૂચવે છે....

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...